તા. ૧૭મી સપ્ટેમ્બરથી ૩૧મી ઓક્ટોબર સુધી સેવા સેતુ કાર્યક્રમો યોજાશે રેશનકાર્ડ આયુષ્યમાન કાર્ડ વગેરે સેવાઓનો ફ્રી લાભ મળશે

તા. ૧૭મી સપ્ટેમ્બરથી ૩૧મી ઓક્ટોબર દરમિયાન સેવા સેતુ કાર્યક્રમો યોજાશે ગુજરાતમાં વહીવટમાં પારદર્શિતા લાવવા અને નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો ઝડપી ઉકેલ લાવવા માટે રાજ્યભરમાં સેવાસેતુ કાર્યક્રમનું ૧૦મું તબક્કું તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ સુધી યોજાનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત ૫૬ જેટલી વિવિધ સરકારી સેવાઓને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે. seva setu karyakram surat

તા. ૧૭મી સપ્ટે.ના રોજ સુરત જિલ્લાના નવ ગામોમાં કાર્યક્રમનો પ્રારંભ

તા. ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ સવારે ૯.૦૦ વાગ્યે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના લાજપોર, કામરેજના શામપુરા, પલસાણાના ખરભાસી અને બારડોલીના આફવા સહિત નવ ગામોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં આસપાસના ગ્રામજનોને બહોળી સંખ્યામાં હાજરી આપી સરકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

૫૬ જેટલી યોજનાઓનો લાભ

આ સેવા સેતુ કાર્યક્રમમાં નાગરિકોને આધારકાર્ડ, રેશનકાર્ડ, આવક અને જાતિના દાખલાઓ, નમોશ્રી યોજના, જનધન યોજના, પેન્શન યોજનાઓ, વૃદ્ધ પેન્શન, દિવ્યાંગતા પ્રમાણપત્રો અને અન્ય ફી શીપ કાર્ડ જેવી ૫૫ જેટલી યોજનાઓનો લાભ મળશે.

સવારના ૯.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા દરમ્યાન અરજદારો પાસેથી પુરાવા લેવામાં આવશે, અને ૩.૦૦ થી ૫.૦૦ વાગ્યા વચ્ચે તેમના રજૂઆતોના નિકાલ કરવામાં આવશે.

Leave a Comment

👉 Free Loan 💸!!