સ્ક્વોડ્રન લીડર મોહનસિંહ ભારતની પ્રથમ મહિલા તેજસ ફાઈટર પાયલટ બની નલિયામાં

સ્ક્વોડ્રન લીડર મોહના સિંહ ભારતીય વાયુસેનાના તેજસ ફાઈટર સ્ક્વોડ્રન સાથે જોડાયેલ ભારતની પ્રથમ મહિલા પાઈલટ બની છે. 2016માં તેઓ ભારતીય વાયુસેનામાં કમિશન કરવામાં આવેલી પ્રથમ ત્રણ મહિલા ફાઇટર પાઈલટમાંથી એક છે. કચ્છના નલિયા એરબેઝ પર, મોહના સિંહને નંબર 18 ફ્લાઈંગ બુલેટ્સ સ્ક્વોડ્રન સોંપવામાં આવી છે, જે ગુજરાત અને કચ્છ માટે ગર્વની વાત છે Mohana Singh becomes first female pilot

મોહના સિંહે 2019માં હોક એરક્રાફ્ટ પર પહેલી ઉડાન ભરી હતી, અને ભારતીય વાયુસેનામાં આ વિમાને ઉડાન ભરનાર પ્રથમ મહિલા પાઈલટ બની. તે ભારતની નારી શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે, અને 2020માં તેમને નારી શક્તિ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.

તેઓએ તાજેતરમાં તરંગ શક્તિ બહુપક્ષીય હવાઈ યુદ્ધ કવાયતમાં ભાગ લીધો હતો, જેમાં તેઓએ તેજસ ફાઈટર જેટનું નિપુણતાપૂર્વક સંચાલન કર્યું.

Leave a Comment

👉 Free Loan 💸!!