વર્ષ 2024-25 માટે ગુજરાત રાજ્યની અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કેટલીક જાણીતી ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવા માટે આર્થિક સહાય પ્રદાન કરવામાં આવી રહી છે. આ સહાય કાર્યક્રમ અંતર્ગત, સૈનિક સ્કૂલ, બાલાચડી, જામનગર, મહિલા સૈનિક સ્કૂલ, ખેરવા, મહેસાણા તેમજ અન્ય ખ્યાતનામ શાળાઓમાં ધોરણ 6, 8 અને 11માં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રૂ. 50,000/- અથવા ખરેખર થયો હોય તે ખર્ચના આકારમાં આર્થિક સહાય આપવામાં આવશે. અનુસૂચિત જાતિ યોજના 2024 Scheduled caste students rs 50000 assistance gujarat
વિધાર્થીઓ માટે સહાય યોજના 2024 લાયકાત:
- વિદ્યાર્થી: ગુજારાતના મૂળ નાગરિક હોવા જોઈએ.
- શાળા: લિસ્ટમાં દર્શાવેલી શાળાઓમાં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ.
- આવક મર્યાદા: વાર્ષિક આવક રૂ. 6.00 લાખ સુધી હોવી જોઈએ.
- પ્રદાન: આ સહાય ફક્ત એક વાર જ આપવામાં આવશે.
ગુજરાતમાં નવરાત્રિ ગરબાની મજા બગાડશે વરસાદ! આગામી 2 દિવસ માટે IMD એલર્ટ
વિધાર્થીઓ માટે સહાયમાં આવતી ચીજો:
- પ્રવેશ ફી
- ટ્યુશન ફી
- હોસ્ટેલ ફી
- જમવાનો ખર્ચ
- પુસ્તકો અને ગણવેશ
- અન્ય જરૂરી ખર્ચ
વિધાર્થીઓ માટે સહાય મેળવવા માટે:
વિદ્યાર્થીઓને નિર્ધારિત ફોર્મ ભરવું જરૂરી છે, જે અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીમાંથી વિનામૂલ્યે મળી રહેશે. અરજીઓ 15 નવેમ્બર 2024 સુધી મોકલવાની રહેશે. અનુસૂચિત જાતિ યોજના 2024 અનુસૂચિત જાતિ લોન સહાય યોજના
વિધાર્થીઓ માટે સહાય યોજના સંપર્ક:
નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, બ્લોક નં. 4/2, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર