દર મહિને 5000 રૂપિયા અપાશે

પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ 2024 – નોંધણી ફોર્મ, પાત્રતા, ઓનલાઈન અરજી કરો

Karanch

Updated on:

Pradhan Mantri Internship Scheme 2024-25: ભારત સરકાર દ્વારા વિવિધ યુવાનોને રોજગારી પૂરી પાડવાના હેતુ થી ઘણી યોજના અને સ્કીમ્સ હાથ ધરવામાં આવી છે. તેમાંથી એક મહત્વપૂર્ણ યોજના એ છે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ. આ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ દેશના યુવાનોને કોઈ પણ ક્ષેત્રે કામગીરી અને નીતિ નિર્માણની પ્રક્રિયામાં સામેલ કરવા, તેમજ તેમની કૌશલ્ય અને અનુભવ વધારવા માટે તક પૂરી પાડવાનો છે.

પીએમ ઇન્ટર્નશિપ યોજના 2024 શું છે? PM Internship Scheme 2024

આ પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ એક પાયલોટ પ્રોજેક્ટ છે જેને પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ કહેવાય છે. આ સ્કીમ ત્રીજી ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વખતે બજેટ રજૂ કરતી વખતે તેની જાહેરાત કરી છે. તો હવે સમજીએ કે પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ શું છે અને તેમાં કોણ અરજી કરી શકે? ક્યારે આ યોજના શરૂ થઈ રહી છે? તેનો લાભ કોણ લઈ શકે છે?

પીએમ ઇન્ટર્નશિપ યોજના 2024 માં કેટલા રૂપિયા મળે?

આ યોજના હેઠળ પાંચ વર્ષમાં એક કરોડ યુવાનોને દેશની અલગ અલગ કંપનીમાં ઇન્ટર્નશીપ અપાશે આ યોજનામાં ઇન્ટર્ન ને દર મહિને 5000 રૂપિયા અપાશે તેમાં 4,500 ભારત સરકાર તરફથી અને ₹500 ઇન્ટર્નસિપ આપનારી કંપની તરફથી અપાશે. આ સિવાય એકવાર વધારાના 6000 રૂપિયા પણ અપાશે.

WhatsApp ग्रुप Join
टेलिग्राम ग्रुप Join
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત, સરકાર આટલા દિવસોનું બોનસ આપશે

પીએમ ઇન્ટર્નશિપ યોજના 2024 નામ કેવી રીતે નોંધાવશો

પીએમ ઇન્ટર્નસિપ સ્કીમ માટે 12 ઓક્ટોબરે નોંધણી પ્રક્રિયા એટલે કે રજીસ્ટ્રેશન શરૂ થશે અને તે 25 ઓક્ટોબર સુધી ચાલશે. આ પછી નામ નોંધાવનારા ઉમેદવારો માંથી પસંદગી કરાશે.ત્યારબાદ બીજી ડિસેમ્બર થી ઇન્ટર્નશીપ પ્રોગ્રામ શરૂ થશે. ઇન્ટરશીપ નો સમય ગાળો બાર મહિનાનો રહેશે.

પીએમ ઇન્ટર્નશિપ યોજના 2024 અરજી કોણ કરી શકે 

આ યોજનામાં 21 થી 24 વર્ષના યુવાનો અરજી કરી શકે છે. તેમની પાસે ધોરણ 10 કે ધોરણ 12 પાસ હોવાનું સર્ટિફિકેટ હોવું જોઈએ. ઉપરાંત ITI માં ટ્રેનિંગ લેતા હોય તેમજ પોલિટેકનિક કે ડિપ્લોમા કરેલા વિદ્યાર્થીઓ પણ અપ્લાય કરી શકે છે. જો તમે બી.એ, બી.કોમ, બી. એસ.સી., બીસીએ, બીબીએ વગેરેમાં સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ થયેલા હોય તો પણ તમે અરજી કરી શકો છો જોકે એક શરત એ છે કે તમારા પરિવારમાંથી કોઈની પણ આવક વર્ષે ₹8,00,000 થી વધારે ન હોવી જોઈએ

પીએમ ઇન્ટર્નશિપ યોજના 2024 કોણ અરજી નહીં કરી શકે 

જો તમે કોઈપણ જગ્યાએ નોકરી કરતા હોય કે પછી તમારા પરિવારમાંથી કોઈ સરકારી નોકરી કરતું હોય તો તમે આ યોજનાનો લાભ નહીં લઈ શકો. જેમણે આઈ.આઈ.ટી, આઈ.આઈ.એમ., જેવી સંસ્થાઓમાં અભ્યાસ કર્યો હોય તે પણ અરજી નહીં કરી શકે.

પીએમ ઇન્ટર્નશિપ યોજના ક્યાં મળશે

આ પાયલોટ પ્રોજેક્ટનો ખર્ચ આશરે 800 કરોડ રૂપિયાનો હોવાનું મનાય છે. દેશની 500 ટોચની કંપનીઓ માં વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ અપાશે અને શક્ય હશે તો ઉમેદવારને તેમના જિલ્લા કે રાજ્યમાં જ ઇન્ટર્નશીપ અપાશે

પીએમ ઇન્ટર્નશિપ યોજના 2024 અરજી કેવી રીતે કરશો

  • પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ માં અરજી કરવા માટે તમારે સૌથી પહેલા તેના સત્તાવાર પોર્ટલ પર જઈને એક ફોર્મ ભરવું પડશે.
  • પોર્ટલ પર તમે તમારી સ્કિલ એટલે કે આવડત અને તમારો રસ શેમાં છે તેની વિગતો આપી શકો છો. તેના આધારે જ નક્કી થશે કે તમને ઇન્ટર્નશીપ ક્યાં આપી શકાય છે.
  • તમારે તમારું આધાર કાર્ડ,ઇમેલ આઇડી,મોબાઈલ નંબર,એડ્રેસ પ્રુફ, પાનકાર્ડ અને રાશનકાર્ડ જેવા દસ્તાવેજ પણ આપવા પડશે.

Pradhan Mantri Internship Scheme નોંધ 

સરકારે એ પણ જણાવ્યું છે કે ઇન્ટર્નસિપ પ્રોગ્રામમાં એસસી, એસટી અને ઓબીસી ઉમેદવારો માટે અનામતના જે નિયમો છે તેનું પાલન કરાશે.આ સાથે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ એક ઇન્ટર્નશીપ પ્રોગ્રામ છે તે કોઈપણ પ્રકારે નોકરીની ખાતરી નથી આપતો. અને બાર મહિનાની ઇન્ટર્નશીપ પૂરી થયા પછી તેનો સમયગાળો પણ નહીં વધારાય.

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ દેશના યુવાનો માટે સફળતાનો નવો માર્ગ ખોલે છે. યુવાનો દ્વારા આ સ્કીમમાં નોંધણી કરવી માત્ર એટલું જ નહિ પરંતુ ભારતના સર્વાંગીણ વિકાસ માટે પણ મહત્વપૂર્ણ છે. આ સ્કીમ નવિન વિચારો અને શક્તિશાળી પ્રતિભાની શોધ કરે છે, જે ભારતના ભવિષ્ય માટે નિર્ણાયક બની શકે 

પીએમ ઇન્ટર્નશિપ નોંધણી 2024 pminternship.mca.gov.in નોંધણી 2024 લિંક

પીએમ ઇન્ટર્નશિપ નોંધણી 2024 અહીં લિંક કરો
પીએમ ઇન્ટર્નશિપ પોર્ટલ 2024 અહીં લિંક કરો

Leave a Comment

👉 Free Loan 💸!!