ગાજવીજ સાથે અમદાવાદનું વાતાવરણ પલટાયું, અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ, આજે 8 જિલ્લામાં આગાહી અમદાવાદમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, અને અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. શહેરના વસ્ત્રાપુર, રિવરફ્રન્ટ, શાહીબાગ અને અન્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. varsad na samachar
હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે, 19 ઓક્ટોબરે, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત આવતીકાલે, 20 ઓક્ટોબરે પણ, આ જ વિસ્તારોમાં એવી જ સ્થિતિ રહેશે. varsad na samachar