ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) જાહેરાત નંબર 225/202324 હેઠળ સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર, એકાઉન્ટન્ટ, ઓડિટર/સબ ટ્રેઝરી ઓફિસર/સુપરવાઈઝર વર્ગ-3ની પ્રિલિમ પરીક્ષા 28/07/2024ના રોજ કમ્પ્યુટર આધારિત રિસ્પોન્સ ટેસ્ટ (CBRT) પદ્ધતિનો ઉપયોગ કરીને કરી 3 શિફ્ટમાં યોજાઈ હતી. આ પરીક્ષાની પ્રોમ્પ્ટ આન્સર કી 02/08/2024 ના રોજ અને ફાઈનલ આન્સર કી (FAK) 20/09/2024 ના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી.
પરીક્ષા દરમિયાન, અમુક પ્રશ્નો રદ કરવામાં આવે છે, અને પ્રો-રેટા માર્ક્સ સાથે નકારાત્મક માર્કિંગ પણ લાગુ કરવામાં આવે છે. CBRT પરીક્ષામાં નોર્મલાઇઝેશન મેથડ (મીન સ્ટાન્ડર્ડ ડેવિએશન મેથડ) નો ઉપયોગ કરીને માર્કસની ગણતરી કરવામાં આવે છે. Sub Auditor Accountant Auditor
ઉમેદવારોને જણાવવામાં આવે છે કે મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની યાદી પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે.
વધુ માહિતી અને પરિણામો માટે તમે GSSSB ની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in અને gsssb.gujarat.gov.in પર જઈ શકો છો.