મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠકમાં ગુજરાત સરકારના લાખો કર્મચારીઓના હિતલક્ષી મહત્ત્વપૂર્ણ નિર્ણયો…
તા. 01/04/2005 પહેલા વિવિધ સંવર્ગના ફિક્સ પગારમાં નિમણૂક કરાયેલા 60,245 જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા સૈદ્ધાંતિક સ્વીકાર…
કેબિનેટ બેઠકમાં નીચે મુજબની ચાર રજૂઆતોનો સૈદ્ધાંતિક સ્વીકાર કરાયો:-
ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થું/વયનિવૃત્તિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું સાતમાં પગાર પંચ પ્રમાણે આપવું
ચાર્જ એલાઉન્સ બેઝિક પગારના 5 કે 10 ટકા આપવામાં આવે છે, જે સાતમાં પગાર પંચ મુજબ આપવું
મુસાફરી અને દૈનિક ભથ્થાના દર સુધારવા
વયનિવૃત્તિ-અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરવો