ambalal agahi 2024

અંબાલાલ પટેલ ની નવરાત્રીમાં કંપાવી મૂકે તેવી અતિભારે વરસાદની આગાહી જાણો ક્યાં કેવો પડશે વરસાદ

Tak

Updated on:

ગુજરાતમાં વરસાદ તો આવશે જ…અંબાલાલ પટેલ ની નવરાત્રીમાં કંપાવી મૂકે તેવી અતિભારે વરસાદની આગાહી જાણો ક્યાં કેવો પડશે વરસાદ ambalal agahi 2024

આમ જોવા જઈએ તો આ વખતનું ચોમાસુ લાંબુ છે.અત્યાર સુધીમાં નિર્વિઘ્ન રૂપે નવરાત્રી ની શરૂઆત થઈ છે. અને વરસાદના વિઘ્ન વગર શાંતિપૂર્વક નવરાત્રીના પાંચ દિવસ પસાર થયા છે. તો બીજી તરફ નવરાત્રીના બાકીના દિવસો કેવા જશે તેની સૌ ખેલૈયાઓને ચિંતા સતાવી રહી છે. છઠ્ઠા નોરતા સુધી તો કઈ નહીં થાય પરંતુ ત્યારબાદ વરસાદની શક્યતા છે.

WhatsApp ग्रुप Join
टेलिग्राम ग्रुप Join

અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર નવરાત્રિમાં 9-10 અને 12 ઓક્ટોબરમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તો બીજી તરફ, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ 7 થી 9 ઓક્ટોબરમાં વરસાદની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી ની આગાહી : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી એ આગાહી કરતા જણાવ્યું કે,ગુજરાતના કેટલાક ભાગોમાં હજી ચોમાસું સક્રિય છે. હજુ પણ 7-8 તારીખની આસપાસ છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટાંની શક્યતા છે. આ વરસાદ 8-9 તારીખ સુધીમાં થઇ શકે.

અંબાલાલે કહ્યું, નવરાત્રિના આ દિવસોમાં આવશે વરસાદ :

અંબાલાલ પટેલે કહ્યું કે, નવરાત્રિમાં 9-10 અને 12 ઓક્ટોબરમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તો 12-13 ઓક્ટોબરે દક્ષિણ ભારત, મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. 14-16 ઓક્ટોબર સુધીમાં પશ્ચિમ ભારતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

ક્યાં ક્યાં વરસાદ આવશે :

આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવ, જુનાગઢ, રાજકોટ, બોટાદ અને પોરબંદરમાં બપોર સુધીમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે.

16 થી 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના મધ્ય અને પૂર્વીય ભાગોમાં ભારે ઝાપટા થઇ શકે છે. તો આ દિવસોમાં અમદાવાદ, વડોદરા, પંચમહાલ,હિંમતનગર, સાબરકાંઠામાં ભારે વરસાદ થઇ શકે છે. 22 ઓક્ટોબરથી સવારના ભાગોમાં ઠંડકની શરૂઆત થઈ જશે. ત્યાર બાદથી ઠંડી લાગવાની શરૂઆત થશે.

આગાહીકાર આંબલાલ પટેલની આગાહી : અંબાલાલ પટેલે ખતરાના સંકેત આપતા કહ્યું કે, 10 ઓક્ટોબરે બંગાળાના ઉપસગારના વાવાઝોડાની શક્યતા છે. તો 16 નવેમ્બરથી બંગાળાના ઉપસાગરમા હળવું દબાણ ઉભું થતા 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઉભું થશે. ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે અગાઉ ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. જોકે, હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહિવત્ છે.

Leave a Comment

👉 Free Loan 💸!!