દિવાળીમાં પેસેન્જરોના ધસારાને ધ્યાનમાં રાખી રેલવેએ દર વા વધુ ત્રણ હોલિડે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. વલસાડ-બિકાનેર, વલસાડ – અજમેર તેમજ ઓખા – ભગત કી કોઠી એક્સપ્રેસ વિશેષ ભાડા સાથે દોડાવાશે. આ તમામ ટ્રેનોનું રિઝર્વેશન બુકિંગ શરૂ કરી દેવાયું છે. વલસાડ બિકાનેર સુપરફાસ્ટ 15 નવેમ્બર સુધી દર શુક્રવારે વલસાડથી બપોરે 1.05 કલાકે ઉપડી બીજા દિવસે બપોરે 1.30 વાગે બિકાનેર પહોંચશે.
બિકાનેરથી આ ટ્રેન દર ગુરૂવારે સવારે 8.55 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 9.20 વાગે વલસાડ પહોંચશે. વલસાડ અજમેર એક્સપ્રેસ દર ગુરુવારે વલસાડથી બપોરે 3.05 વાગે ઉપડી બીજા દિવસે સવારે 7.50 વાગે અજમેર પહોંચશે. જ્યારે અજમેરથી આ ટ્રેન દર બુધવારે સાંજે 7.55 વાગે ઉપડી બીજા દિવસે સવારે 11.30 વાગે વલસાડ પહોંચશે. diwali 3 holiday special train
ઓખા – ભગત કી કોઠી એક્સપ્રેસ ઓખાથી દર રવિવારે સવારે 8.20 વાગે ઉપડી બીજા દિવસે વહેલી સવારે 3 વાગે ભગત કી કોઠી પહોંચશે. જ્યારે ભગત કી કોઠીથી આ ટ્રેન દર શનિવારે સવારે 10.30 વાગે ઉપડી બીજા દિવસે સવારે 4.40 વાગે ઓખા પહોંચશે.