સાબરકાંઠા જિલ્લાના ખેરોજ વિસ્તારમાં મોટી માત્રામાં વિદેશી દારૂની હેરાફેરીનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ બાતમીના આધારે 8.60 લાખ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 2040 બોટલ વાળા ટેન્કરને જપ્ત કરીને એક બુટલેગરની અટકાયત કરી છે. Liquor worth 8.60 lakh was seized
ટેન્કરમાં ગુપ્ત રીતે છુપાવીને આ દારૂ રાજસ્થાનથી લાવવામાં આવી રહ્યો હતો. સાથે સાથે આ મુદામાલ સાથે મળેલ મોબાઈલ અને ટેન્કરને જપ્ત કરીને કુલ રૂપિયા 13.60 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ખેરોજ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે અને દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને શોધી રહી છે.