17 વર્ષીય વિદ્યાર્થીએ સુરતની બોઇઝ હોસ્ટેલના ત્રીજા માળેથી છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું.

સુરતના મહુવામાં ઉકા તરસાડીયા યુનિવર્સિટીની બોઇઝ હોસ્ટેલમાં 17 વર્ષીય વિદ્યાર્થીએ મોબાઈલ ગેમની આડીકતને કારણે આત્મહત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. ધો. 11 કોમર્સમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીએ હોસ્ટેલના ત્રીજા માળેથી છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું. આ ઘટના બાદ પરિવારજનોએ હોસ્ટેલ તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે, એમનું કહેવું છે કે હોસ્ટેલમાં મોબાઈલ વાપરવાની છૂટ હોવાના કારણે આ અનિચ્છનીય બનાવ બન્યો છે. mahuva online game boy suicide hostel

પરિવારે હોસ્ટેલ તંત્રની સામે પ્રશ્ન ઉઠાવ્યો છે કે કેમ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના મોબાઈલ વપરાશ પર પ્રતિબંધ મૂકાયો નહોતો. આ સાથે, સમાચાર મુજબ, વિદ્યાર્થીએ મોબાઈલમાં ઓનલાઈન ગેમમાં પૈસા હારી જવાથી આ પગલું ભર્યું હોવાનું મનાય છે.

મહુવા પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. મૃતકનો પીએમ કરવામાં આવ્યો છે અને HOSTELમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે.

Leave a Comment

👉 Free Loan 💸!!