પહેલાં ગુંડાઓ બળાત્કાર કરતાં, હવે શિક્ષકો કરે છે ! સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેણ ગામની આશ્રમશાળામાં ફરજ બજાવતા આચાર્ય યોગેશ નાથુભાઈ પટેલે (52) આશ્રમશાળામાં રહેતી અને ધોરણ-7 અને 8માં અભ્યાસ કરતી બાળાઓને અડપલા કરતો હતો. પોલીસે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી 6 ઓક્ટોબર 2024ના રોજ, આચાર્યની ધરપકડ કરી છે. યોગેશ પટેલ એકલો રહેતો હતો. Mandvi taluk ashramshala principal Bala sexually harassed
યોગેશ પટેલ પોતાના રૂમમાં બાળાઓની અલગ અલગ ટીમ બનાવી પોતાના કપડાં ધોવા, વાસણ સાફ કરવા અને શરબત બનાવવા બોલાવતો હતો. એકાદ બાળાને રૂમમાં રહેવા દઈ અડપલા કરતો હતો. 24 જુલાઈ 2024ના રોજ પોતાની રુમમાં બાળાને બોલાવી છાતીના ભાગે હાથ ફેરવી હોઠ પર ચુંબન કર્યુ હતું. આ ઘટના અંગે સુરત જિલ્લા આદિજાતિ આશ્રમશાળા અધિકારીએ ફરિયાદ નોંધાવી છે.
હવે સામે આવ્યું કે .આ આચાર્ય આશ્રમશાળામાં રહેતી બાળાઓએ હિંમત દાખવીને આશ્રમશાળા અધિકારી તથા ગૃહમાતાને જાણ કરી હતી. યોગેશ પટેલ આશ્રમશાળામાં વર્ષ 2003માં શિક્ષક તરીકે જોડાયો હતો, વર્ષ 2013થી આચાર્ય તરીકે ફરજ બજાવે છે. આશ્રમશાળામાં 177 વિદ્યાર્થી છે. જેમાં 80 બાળાઓ છે. આ તો બહાર આવ્યું, 2003થી 2024 દરમિયાન બીજી ઘટનાઓ પણ બની હશે, દબાઈ ગઈ હશે. 37 જેટલી બાબ સાથે શારીરિક અડપલાં કર્યાં હોવાની ઘટના બની છે. 37 બાળાઓની મેડિકલ તપાસ કરાવવામાં આવી છે. 37 બાળાઓનું CrPC કલમ-164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન થશે.