Remove Fix Pay In Gujarat

ફિક્સ પે હટાવવા સરકારી કર્મચારીઓનું ટ્વિટર અભિયાન: પૂર્ણ પગારની માંગ સાથે વણસી રહેલો વિરોધ

Tak

Updated on:

Remove Fix Pay In Gujarat ગુજરાતમાં ફિક્સ પેનો મુદ્દો લાંબા સમયથી ચર્ચાનો વિષય રહ્યો છે. રાજ્યના વર્ગ 3 અને 4ના કર્મચારીઓ માટે ભરતી પદ્ધતિમાં ફિક્સ પે નીતિનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં નવા ભરેલા કર્મચારીઓને પહેલી પાંચ વર્ષ સુધી ફિક્સ પેના આધારે નોકરી કરવી પડે છે. આ નીતિના વિરોધમાં સરકારને અનેક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે

હાલમાં આ મુદ્દો ટ્વિટર પર #Remove_Fix_Pay_In_Gujarat હેશટેગ દ્વારા ટ્રેન્ડ કરી રહ્યો છે, જ્યાં સરકારી કર્મચારીઓ અને લોકો આ નીતિના વિરોધમાં પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે.

WhatsApp ग्रुप Join
टेलिग्राम ग्रुप Join

ગુજરાત હાઈકોર્ટે 2012માં ફિક્સ પે નીતિને ન્યાય વિરુદ્ધ ગણાવીને તેને નાબૂદ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ રાજ્ય સરકારે આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. આ કેસ છેલ્લા દશ વર્ષથી સુપ્રિમ કોર્ટમાં પેન્ડિંગ છે, અને હવે આ નીતિને રદ્દ કરવાની માંગ ઘણી બધી છે.

અન્ય રાજ્યોમાં બેઝિક પગારની તુલનામાં ગુજરાતમાં ફિક્સ પગાર વધુ ઓછો છે. મહારાષ્ટ્ર, બિહાર, હરિયાણા જેવા રાજ્યોમાં બેઝિક પગાર 4200 થી 4600 સુધી છે, જ્યારે ગુજરાતમાં ફિક્સ પે મૌડલ હેઠળ બેઝિક પગાર માત્ર 1800 જ રાખવામાં આવ્યો છે, જેને કારણે આ નીતિને વધુ કઠોર ગણવામાં આવી રહી છે. Remove Fix Pay In Gujarat 2024

ફિક્સ પે નીતિના વિરોધમાં લાગતા અવાજોને લઈને વધુ ચર્ચા સરકારી અને ન્યાયિક સ્તરે આગળ વધે તેવી શક્યતા છે.

Leave a Comment

👉 Free Loan 💸!!