અમદાવાદ: દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતના શિક્ષણ વિભાગે રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દિવાળીની રજા જાહેર કરી છે. દિવાળી વેકેશન 2024 પરિપત્ર રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન રહેશે. School vacation in Gujarat 2024
શિક્ષણ વિભાગ દ્વારા નિર્ધારિત શૈક્ષણિક કેલેન્ડર મુજબ 28 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી 21 દિવસની દિવાળીની રજા રહેશે. રજા સંદર્ભે પ્રાથમિક શિક્ષણ વિભાગે પણ આ અંગે પરિપત્ર બહાર પાડીને જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરી છે. વિભાગ દ્વારા તમામ શિક્ષણ અધિકારીઓ અને પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને જાણ કરવામાં આવી છે.

શૈક્ષણિક વર્ષ 2024-25 માટે શાળાઓમાં “દિવાળી વેકેશન 2024-25
માહિતી મુજબ, Gujarat School holiday List 2024 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના આદેશ અનુસાર, રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશન 28/10/2024 થી 12/11/2024 સુધી રાખવાનું રહેશે.
શાળાના વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારીઓ, અને શાળાના શિક્ષણાધિકારીઓને આ તહેવારની છૂટીઓનું પાલન કરવાનું સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.
નોટિસ: જો દિવાળી વેકેશન સંબંધિત કોઈ ફેરફાર થાય તો તેની તાત્કાલિક જાણ કરીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને માહિતગાર કરવું જરૂરી રહેશે.
દિવાળી વેકેશન કયારથી પડશે?
આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી સમય પહેલા શરૂ કરી દીધી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ વર્ગ બોર્ડની પરીક્ષાઓ 27મી ફેબ્રુઆરી 2024થી શરૂ થઈને 13મી માર્ચ 2024 સુધી યોજાશે.
સતીશ/16 ઓક્ટોબર
સતીશ/16 ઓક્ટોબર
આ રહ્યું દિવાળી 2024 કેલેન્ડર
તારીખ | ઉત્સવ |
---|---|
ઓક્ટોબર 29 | ધનતેરસ |
ઑક્ટોબર 31 | કાલી ચૌદશ |
ઑક્ટોબર 31 | દિવાળી અને લક્ષ્મી પૂજન |
2 નવેમ્બર | ગોવર્ધન પૂજા |
3 નવેમ્બર | ભાઈ દૂજ |