ગુજરાતમાં આગામી 5 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ્સ સમગ્ર દેશમાંથી નૈઋત્ય ના ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી હોવા છતાં ગુજરાતમાં હજુ પણ વરસાદનું સંકટ યથાવત છે આગામી 5 માંથી 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે varsad ni agahi today weather
ગુજરાત રાજ્ય વર્મા હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે કારણ કે દિવસ દરમિયાન જે પ્રકારે ગરમી અનુભવાય રહી છે તે પ્રકારે સૂર્યાસ્ત બાદ થોડા અંશે ઠંડકનો અહેસાસ પણ થાય છે આ ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં તો ત્રણ ઋતુનો અનુભવ એક સાથે થઈ રહ્યો છે કારણ કે હજુ પણ વરસાદની આગાહી છે
હવામાન વિભાગ નું લેટેસ્ટ અપડેટ
હવામાન વિભાગની આગાહી અનુસાર 18 મી અને 19 મી ઓક્ટોબર દરમ્યાન વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ અમરેલી ભાવનગર ગીર સોમનાથ પોરબંદર રાજકોટ પંચમહાલ દાહોદમાં મળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે
20 મી ઓક્ટોબરે ડાંગ તાપીમાં ભારે તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં મળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે
21 મી ઓક્ટોબર ડાંગ નવસારી તાપી વલસાડ દમણ અમરેલીમાં ભારેથી હળવા વરસાદ પડી શકે છે
જ્યારે 22મી ઓક્ટોબરે અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે
આ વિસ્તારોમાં પડશે માવઠું
- બીજી તરફ આગાહી કાર અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર રાજ્યના હવામાનમાં પલટો આવશે
- ગરમી વચ્ચે તારીખ 17 મી થી 24 મી ઓક્ટોબર સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના પણ જણાવી છે
- દક્ષિણ ગુજરાત થી દક્ષિણ સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છમાં માવઠું થવાની શક્યતા રહેશે
- તે ઉપરાંત મધ્ય ગુજરાત અને પંચમહાલ ના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે
- ઉત્તર ગુજરાત અને કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં માવઠાનો માર ભોગવવો પડી શકે છે
- આમ ગરમી બાદ તરત માવઠું થવાની સંભાવના છે
વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત
- ગુજરાતમાં 141 ટકા વરસાદ પડી ચૂક્યો છે ત્યારે વરસાદની વધુ આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે
વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત છે - રાજ્યના કેટલાક સ્થળોએ આગામી ત્રણથી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે
આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવ અને અમારી વેબસાઈટની મુલાકાત લો