કેમ આપે છે લૉરેન્સ બિશ્નોઈને હાઈ સિક્યુરિટી? બિસ્નોઈ ને કેમ કોઈ મળી નથી શકતું કે બહાર કાઢી શકાતો નથી? જાણો પૂરો મામલો

પ્રાપ્ત અહેવાલ મુજબ પંજાબના જાણીતા ગેંગસ્ટર અને હત્યાનો આરોપી છેલ્લા દોઢ વર્ષથી હાઈ સિક્યુરિટી સેલમાં રાખવામાં આવેલ લોરેન્સ બિશ્નોઈ હાલમાં ગુજરાતની સાબરમતી જેલમાં છે. સર્વોચ્ચ સુરક્ષા ધરાવતી અમદાવાદની સાબરમતી જેલમાં લોરેન્સ બિશ્નોઈને મળવાની કોઈને પરવાનગી નથી.બાબા સિદ્દીકીની હત્યાના મામલામાં બિશ્નોઇ ગેંગે એ જવાબદારી લીધી છે. પરંતુ અત્યાર સુધી તેની પુષ્ટિ થઇ નથી. મુંબઈ પોલીસ લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી માંગે છે જેથી કરીને તે કેસ સાથે શું કનેક્શન છે અને કોની સાથે કનેક્શન છે તે જાણી શકે.જૂન 2024 થી સતત કસ્ટડીની માંગ કરવામાં આવી રહી છે.Lawrence Bishnoi Net Worth

1.મુંબઈ પોલીસની લોરેન્સ બિશ્નોઈ ની કસ્ટડી ની માંગ :

વળી હાલ માંજ જ્યારે બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી છે ત્યારે મુંબઈ પોલીસ કોઈપણ સંજોગોમાં તેની કસ્ટડી ઈચ્છે છે.પરંતુ CRPCની કલમ 268(1) હેઠળ મુંબઈ પોલીસ લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી મેળવી શકતી નથી. હવે તેના માટે મુંબઈ પોલીસ માટે કેન્દ્ર સરકાર દ્વારા પરવાનગી આપ્યા સિવાય લોરેન્સ બિસશ્નોઈ ની કસ્ટડી લેવાનો બીજો કોઈ વિકલ્પ નથી.છેલ્લા દોઢ વર્ષમાં તેને જેલમાંથી ક્યારેય બહાર લાવવામાં આવ્યો નથી. તેનો દેખાવ પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવે છે. આ દરમિયાન તેને મળવા કોઈ જેલમાં આવ્યું નથી. પરંતુ એવા પ્રશ્ન ઊઠે છે કે બિશ્નોઈને આ જેલમાં કેમ રાખવામાં આવ્યો છે અને તે ત્યાંથી કેમ બહાર નીકળી શકતો નથી?લોરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલમાં કેવી રીતે પહોંચ્યો? તે પણ એક પ્રશ્ન છે.

2.કોઈને મળવાની પરવાનગી નથી :

ગુજરાતની સર્વોચ્ચ સુરક્ષા ધરાવતી સાબરમતી જેલમાં લોરેન્સ બિશ્નોઈને કોઈ મળી શકતું નથી. લોરેન્સ બિસ્નોઈને મળવાની કોઈને પણ પરવાનગી આપવામાં આવી નથી. પ્રાપ્ત અહેવાલ પ્રમાણે નિષ્ણાતોનું કહેવું છે કે 30 ઓગસ્ટ 2023ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે CRPCની કલમ 268 (1) હેઠળ લોરેન્સ બિશ્નોઇને એક વર્ષ માટે સાબરમતી જેલમાં રાખવાનો આદેશ આપ્યો હતો. આ એક વર્ષની કેદ દરમિયાન કોઈને પણ લોરેન્સને મળવા દેવાયા નહોતા. ગુજરાત પોલીસે તેને 23 ઓગસ્ટ 2023ના રોજ રૂ. 195 કરોડના સીમા પાર ડ્રગ સ્મગલિંગ કેસમાં પ્રોડક્શન રિમાન્ડ પર લીધો હતો. ત્યારથી લોરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલમાં બંધ છે. દિલ્હી પોલીસ, મુંબઈ પોલીસ અને બીજા ઘણા રાજ્યોની પોલીસ લોરેન્સ બિશ્નોઈ ની રિમાન્ડ માટેની પરવાનગી માંગે છે પરંતુ કોઈને પણ હજુ તેને રિમાન્ડ પર લેવાની પરવાનગી મળી નથી.

3.રાજનેતા અને બોલીવુડ સ્ટાર્સ નો દાવો : બાબા સિદ્દીકીના અંગત મિત્રોની યાદીમાં બોલીવુડ સ્ટાર્સ અને રાજનેતાઓ પણ સામેલ છે. તેઓનું કહેવું છે કે તેમના અંગત મિત્ર બાબા સિદ્દીકીની હત્યા કરવાનું ષડયંત્ર લોરેન્સ બેસનોઇ ગેંગ દ્વારા કરવામાં આવ્યું છે. તો જનતાને એવો પ્રશ્ન થાય છે કે સાબરમતી જેલમાં રહેલો લોરેન્સ બિશ્નોઈ મુંબઈમાં હત્યા કરાવે તેવું કઈ રીતે બની શકે?

4. મુંબઈ પોલીસ તપાસ હાથ ધરે તેવી સંભાવના :

ઉલ્લેખનીય છે કે, બાબા સિદ્દીકી ની હત્યા અગાઉ સલમાનખાનના ઘરની રેકી, ધમકીભર્યા મેસેજ એમ કુલ ત્રણ ઘટનામાં લોરેન્સનું નામ બહાર આવ્યું છે તેમ છતાં મુંબઈ પોલીસ લોરેન્સની તપાસ માટે અમદાવાદની સાબરમતી જેલમાં તપાસ કરવા માટે હજુ સુધી આવી નથી. હત્યા થયા બાદ મુંબઈ પોલીસ આવે તેવી આશંકા થઈ રહી છે રહી છે.

5. 700થી વધુ શૂટર્સ હોવાની પોલીસ પાસે માહિતી :

જ્યારથી મુંબઈમાં બાબા સિંધી કી ની હત્યા થઈ ત્યારથી એવી ચર્ચા થઈ રહી છે કે અમદાવાદની સાબરમતી જેલમાં બેઠા બેઠા જ લોરેન્સ બિશ્નોઈ પોતાની ગેંગનું નેટવર્ક ચલાવે છે. 1993 માં પંજાબમાં જન્મેલા અને પોલીસ કોન્સ્ટેબલના દીકરા લોરેન્સ બિશ્નોઈ એ પંજાબ યુનિવર્સિટીમાં પોતાનો અભ્યાસ કર્યો. પોતાના અભ્યાસ દરમિયાન જ તેણે ગુનાખોરીની દુનિયામાં ડગ માંડ્યા હતા. દોઢ વર્ષથી સાબરમતી જેલમાં પોતાની સજા કાપતા લોરેન્સ બિશ્નોઈની ગેંગનું સંચાલન તેનો ભાઈ અનમોલ, ગોલ્ડી બ્રાર અને રોહીત ગોદારા કરે છે અને તેની પાસે 700 થી વધુ શૂટર્સ હોવાની વિગતો પોલીસ પાસે છે.

6. જેલમાં કરે છે મોબાઇલનો ઉપયોગ :

એવું કહેવાય છે કે લોરેન્સ બિશ્નોઈ ને સાબરમતી જેલના હાઈ સિક્યુરિટી ઝોનમાં રાખવામાં આવેલો છે. તેમ છતાં આવા ગુનાખોરો માટે એવું કહેવાય છે કે સાબરમતી જેલ હોય કે દિલ્હીની તિહાર જેલ હોય તેઓ પોતાની ફિતરત ક્યારેય બદલતા નથી. લોરેન્સ બીશ્નોઈ પણ પોતાના મોબાઈલનો ઉપયોગ કરે છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર તે સિગ્નલ, ટેલિગ્રામ જેવી અનેક એપ્લિકેશનો દ્વારા ભારત અને વિશ્વમાં પોતાના નેટવર્ક નું સંચાલન કરે છે.

7. લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ત્રણ ફરિયાદ નોંધાઇ

થોડા સમય પહેલા લોરેન્સ બિશ્નોઈ જે ફોન નો ઉપયોગ કરતો હતો તે ફોન જેલના વડા ની જડતી સ્કવોડના ચેકીંગ દરમિયાન ઝડપાઈ ગયો હતો. જેલ ના સૂત્રોમાં એવી પણ ચર્ચા છે કે તેના થોડાક જ સમય બાદ બિશ્નોઇ એ બીજા ફોનનો ઉપયોગ પણ શરૂ કરી દીધો હતો. સૌથી મુખ્ય વાત એ છે કે લોરેન્સ બિસ્નોઈને સાબરમતી જેલમાંથી કઢવા પર સીઆરપીસી 298 અંતર્ગત પ્રતિબંધ છે. વળી બાબા સિદ્દીકીની હત્યા પહેલા જ સલમાન ખાન ના ઘર ની રેકી, ફોન ઉપર ધમકી ભર્યા મેસેજ એમ ત્રણ ફરિયાદો લોરેન્સ ગેંગ ના નામે નોંધવામાં આવી છે.

8. મુંબઈ પોલીસની પૂછપરછ માટે સાબરમતી જેલ આવવાની સંભાવના :

આમ તો મુંબઈ પોલીસની ટીમ સાબરમતી જેલમાં લોરેન્સ બિસ્નોઈ ની પૂછપરછ માટે આવી નથી પરંતુ મહારાષ્ટ્રના દિગજ નેતા ની હત્યા ની ઘટના બાદ મુંબઈ પોલીસની ટીમ સાબરમતી જેલમાં પૂછપરછ કરવાની સંભાવના મનાય છે. જોકે આ વાતની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. તો બીજી તરફ લોરેન્સ બિસ્નોઈને સાબરમતી જેલમાં મળવા આવેલા લોકોમાંથી જશાન નામ કોઈ કારણસર જેલ ના સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.

Leave a Comment

👉 Free Loan 💸!!