370 હટાવ્યા પછી પહેલી વાર મુખ્યમંત્રી તિરંગા સામે શપથ લેશે

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ પહેલીવાર 2024માં વિધાનસભા ચૂંટણી યોજાઈ છે, જેમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધને બહુમતી મેળવી છે. નેશનલ કોન્ફરન્સનું કાશ્મીર ક્ષેત્રમાં દબદબો રહ્યો, અને તેણે 47માંથી 33 સીટો જીતી છે. ભાજપે 29 સીટો મેળવી છે, જે 2014ની ચૂંટણી કરતા 4 વધુ છે.

મોટો ફેરફાર એ છે કે, હવે જમ્મુ-કાશ્મીરનો રાજ્ય ધ્વજ નહીં રહે, અને મુખ્યમંત્રી હવે માત્ર તિરંગા સામે શપથ લેશે. રાજ્યના વિધાનસભાના કાર્યકાળમાં પણ ફેરફાર થયો છે, જે પહેલાના 6 વર્ષમાંથી ઘટાડી 5 વર્ષ કરાયો છે.

જમ્મુ રિજનમાં સીટોની સંખ્યા વધારવા છતાં, ભાજપને મોટી સફળતા મળી નથી. કાશ્મીરમાં યુવા મતદારો ખાસ કરીને પ્રાદેશિક પાર્ટીઓ, જેમ કે નેશનલ કોન્ફરન્સ અને જમ્મુમાં ભાજપને વધુ સમર્થન આપી રહ્યાં છે.

Leave a Comment

👉 Free Loan 💸!!