આજે કરોડો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને આજે આ પૈસા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ નાણાં મહારાષ્ટ્રમાંથી ટ્રાન્સફર કરશે. PM kisan samman nidhi 18th installment release today
PM કિસાન સન્માન નિધિનો 18મો હપ્તો આજે ટ્રાન્સફર કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શનિવારે 9.5 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે. આ માટે સરકાર 20,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. તમને જણાવી દઈએ કે, પીએમ નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાંથી આ પૈસા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવા જઈ રહ્યા છે.
PM કિસાન લાભાર્થીઓ આ રીતે પાત્રતા ચકાસી શકે છે
1- PM KISAN વેબસાઇટ પર જાઓ
2- લાભાર્થીની યાદી પર ક્લિક કરો.
3- તમારા રાજ્ય, જિલ્લા, તાલુકા, બ્લોક અને ગામની માહિતી ભરો.
4- ગેટ રિપોર્ટ પર ક્લિક કરતાની સાથે જ તમારી માહિતી દેખાશે.
PM કિસાન eKYC કેવી રીતે કરાવવું –
OTP આધારિત eKYC: આ માટે તમારી પાસે આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર હોવો જરૂરી છે. કારણ કે OTP આ નંબર પર જશે. જો તે સક્રિય નથી તો તમારી પ્રક્રિયા OTP દ્વારા પૂર્ણ થશે નહીં. ચાલો જાણીએ પ્રક્રિયા –
1- PM કિસાન પોર્ટલ પર જાઓ. (PM કિસાન પોર્ટલ)
2- જમણી બાજુએ eKYC વિકલ્પ પર ક્લિક કરો.
3- તમારો આધાર નંબર દાખલ કરો. અને OTP લખ્યા પછી eKYC પ્રક્રિયા પૂર્ણ કરો.