તાડપત્રી યોજના માં કેટલી સહાય મળે છે કેવી રીતે સહાય મળે છે જાણો અહીં થી

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેવી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ટ્રેક્ટર સહાય યોજના તાર ફેન્સીંગ સહાય યોજના વગેરે ચલાવવામાં આવી રહી છે આ ખેડૂતલક્ષી યોજનાઓ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન થાય છે આઇ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની ઓનલાઈન અરજીઓ થાય છે આજે આપણે ખેતીવાડીની યોજનાની તાડપત્રી સહાય યોજના વિશે વાત કરીશું તાડપત્રી યોજના માં કેટલી સહાય મળે છે કેવી રીતે સહાય મળે છે તથા તાડપત્રી સહાય યોજના નો લાભ લેવા માટે કયા કયા દસ્તાવેજો જોશે તેની વિગતવાર માહિતી મેળવીશું

કૃષિ સહકાર વિભાગ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ખુલ્લુ મુકવામાં આવેલું છે જેના માધ્યમથી ખેડૂતો વિવિધ ખેતી વિષયોગ યોજનાઓનો લાભ ઘરે બેઠા ઓનલાઈન અરજી દ્વારા મેળવી શકે છે હાલમાં આઇ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીની યોજનાઓમાં તાડપત્રી યોજના માટે ઓનલાઈન અરજીઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે ખેડૂતોને ખેતીમાં વિવિધ ઉપયોગ માટે તાડપત્રી નો ઉપયોગ કરી શકે તે હેતુથી આ સહાય આપવામાં આવે છે

તાડપત્રી સહાય યોજના નો હેતુ

રાજ્યમાં નાના શ્રીમંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદ મળી રહે તે અત્યંત જરૂરી છે ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે જેમાં પાકને થ્રેસરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે તાડપત્રીની જરૂર હોય છે જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સુધી સહાય મળે તે જરૂરી છે આવા વિશેષ ઉદ્દેશ્ય માટે તાડપત્રી સહાય યોજના નો લાભ આપવામાં આવે છે

તાડપત્રી સહાય યોજના ની પાત્રતા

ખેતીવાડી વિભાગ દ્વારા આયોજનો લાભ આપવામાં આવે છે આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે જે નીચે મુજબ છે

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જરૂરી છે
  • લાભાર્થી ખેડૂત નાના શ્રીમંત અથવા મોટો ખેડૂત હોવો જોઈએ
  • અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ
  • જંગલ વિસ્તારના ખેડૂતો ટ્રાઇબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતું હોવું જોઈએ
  • આઇ ખેડૂત પોર્ટલ પર તાડપત્રી સહાય યોજના માં ત્રણ વાર લાભ મળવાપાત્ર છે
  • તાડપત્રી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે
  • ખેડૂતે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે

તાડપત્રી સહાય યોજનામાં સહાય ધોરણ

ગુજરાત સરકારની આ સબસીડી યોજના હેઠળ છે આ યોજના હેઠળ પોર્ટલ પર સબસીડી નક્કી કરેલી છે આ સબસીડી યોજના મુજબ ગુજરાતના ખેડૂતોને લાભ મળશે જેમાં નાના શ્રીમંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવે છે

  • અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે આ યોજના માટે ખરીદ કિંમતના કુલ ૭૫ ટકા અથવા 1875 બે માંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે ખેડૂતના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ મળવા પાત્ર રહેશે
  • અનુસૂચિત જનજાતિ ખેડૂત માટે આ યોજનામાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ ૭૫ ટકા અથવા 1875 બે માંથી જે ઓછું હશે તે સહાય મળવાપત્ર રહેશે
  • અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે આ યોજના માટે તાડપત્રીની કિંમતના કુલ ૭૫ ટકા ૧૮૭૫ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ મળવા પાત્ર રહેશે
  • સામાન્ય ખેડૂતો માટે આ યોજનામાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 50% અથવા 1250 બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે

જરૂરી દસ્તાવેજો

  • આધારકાર્ડ ની નકલ
  • આઇ ખેડૂત પોર્ટલ પર જમીનના 7 12 ની નકલ
  • રેશનકાર્ડ ની નકલ
  • જાતિનો દાખલો
  • વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હુવા અંગેનું પ્રમાણપત્ર
  • જમીનના 7/12 અને 8 માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્ટેદારના સંમતિ પત્ર
  • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • બેંક ખાતાની પાસબુક

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

તાડપત્રી સહાય યોજના નો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજદાર ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી ઓનલાઇન અરજી કરવાની રહેશે વધુમાં નજીકના તાલુકા કચેરીમાંથી તથા અન્ય કમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસેથી ઓનલાઈન ફોર્મ ભરાવી શકાય છે

  1. અરજદાર સૌ પ્રથમ ગુગલ સર્ચ મા આઈ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે
  2. ત્યારબાદ જે પરિણામ આવે તેમાંથી સતાવળ વેબસાઈટ ખોલવાની રહેશે
  3. આઇ ખેડુત વેબસાઈટ ખોલ્યા પછી યોજનાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  4. જેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર એક પર આવેલી ખેતીવાડીની યોજના ખોલવાની રહેશે
    ખેતીવાડી ની વિવિધ યોજના બતાવશે
  5. જેમાં તાડપત્રી સહાય યોજનામાં ક્લિક કરવાનું રહેશે
  6. જેમાં તાડપત્રી યોજના ની તમામ માહિતી વાંચ્યા બાદ અરજી કરો અને તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે
  7. હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો જોમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના પર ક્લિક કરીને આગળની પ્રક્રિયા કરવાની રહેશે
  8. અરજદાર રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઈમેજ સબમીટ કરવાની રહેશે
  9. જો લાભાર્થી ખેડૂતે આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે
  10. ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોકસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે
  11. લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે
  12. ઓનલાઇન અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં
  13. ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે

Leave a Comment

👉 Free Loan 💸!!