Gujarat will be given Rs 600 crore

ભારે વરસાદને કારણે કેન્દ્ર સરકારે ગુજરાતને રૂ. 600 કરોડનું પૂર રાહત પેકેજ આપ્યું છે

Tak

ભારે વરસાદને કારણે કેન્દ્ર સરકારે ગુજરાતને રૂ. 600 કરોડનું પૂર રાહત પેકેજ આપ્યું છે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂર આવ્યું હતું, જાનમાલનું મોટું નુકસાન થયું હતું, કેન્દ્રની ટીમે પણ રાજ્યની મુલાકાત લીધી હતી.

કેન્દ્ર સરકારે ગુજરાત ઉપરાંત મણિપુરને 50 કરોડ રૂપિયા અને ત્રિપુરાને 25 કરોડ રૂપિયા આપવાની મંજૂરી આપી છે. આ રાજ્યો આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન અત્યંત ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા હતા.

WhatsApp ग्रुप Join
टेलिग्राम ग्रुप Join

રાજ્ય સરકાર દ્વારા સહાયની ચૂકવણી કરવામાં આવી

મૃત્યુ પામેલા 49 લોકોને સહાય ચુકવવામાં આવી છે, અને 22 કિસ્સાઓમાં મૃત્યુની ચુકવણીઓ પણ થઇ ચૂકી છે. 4773 મકાનોમાં નુકસાન થયાના કારણે, આ ઘરમાલિકોને પણ આર્થિક સહાય પહોંચાડવામાં આવી છે.

પીએમ મોદીએ અમદાવાદમાં પૂરના કારણે મદદની વાત કરી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા બાદ આ મહિને પ્રથમ વખત ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા હતા. તેમણે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આયોજિત જાહેર સભામાં કહ્યું હતું કે આ વખતે ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. આવો વરસાદ પહેલા ક્યારેય થયો ન હતો. જેના કારણે જાનમાલને ઘણું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર ગુજરાતના લોકોને મદદ કરવાની તૈયારી કરી રહી છે.

Leave a Comment

👉 Free Loan 💸!!