narendra modi gujarat visit schedule today

મોટા સમાચાર, નરેન્દ્ર મોદી આ તારીખે આવશે ગુજરાતની જનતાને મળવા, જાણો કેમ

Karanch

Updated on:

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતના યશશ્વી અને લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓક્ટોબરના અંતમાં ગુજરાતના પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી ના આ પ્રવાસ માટેની રૂપરેખામાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પ્રવાસ નો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પીએમ મોદી વડોદરા અને અમરેલીના પ્રવાસની મુલાકાત લેશે. narendra modi gujarat visit schedule today

તાજેતરમાં જ પીએમ મોદીના શાસનના 23 વર્ષ પુર્ણ થયા છે, જેની ઉજવણી ગુજરાતમાં પણ ધામધૂમથી કરવામાં આવી હતી.નરેન્દ્ર મોદી ત્રીજીવારના પ્રધાનમંત્રી બન્યા ત્યારબાદ તેઓ 15 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તે સમય દરમિયાન તેઓએ ગુજરાતના વિવિધ વિકાસના કાર્યક્રમો માં હાજરી આપી હતી.પીએમ મોદીએ ગુજરાત મુલાકાત સમયે મેટ્રો સહિતની અનેક ભેટ ગુજરાતને આપી હતી.

વધુ એક ગુજરાત પ્રવાસની રૂપરેખા તૈયાર થઈ રહી છે. એટલે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતમાં આવી રહ્યા છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાની તૈયારી કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત પ્રવાસ સમયે પીએમ મોદીએ કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી હતી. હવે તેઓ બેક ટુ બેક બીજી મુલાકાત માટે આવી રહ્યા છે.

વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન વડોદરામાં નવનિર્મિત એરબસ સ્ટેશનનું લોકાર્પણ કરશે તેમજ ટાટા એરબસ પ્રૉજેક્ટની ફાઇનલ એસેમ્બલી લાઇનનું પણ ઉદઘાટન કરશે.

આ ઉપરાંત વડાપ્રધાન મોદી અમરેલીની પણ મુલાકાત લેવાના છે.અમરેલીના લાઠીમાં તૈયાર થયેલા સરોવરનું પણ લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે થશે. સાથે અમરેલી જિલ્લાના અનેક વિકાસના ઇ-લોકાર્પણ પણ મોદીના હસ્તે થશે. આ એક જ મહિનામાં એટલે કે ઓક્ટોબર મહિનામાં વડાપ્રધાન મોદી બે વખત ગુજરાત આવશે.

28 તારીખે વડોદરા અને અમરેલીની મુલાકાત લેશે. જે બાદ 31 ઓક્ટોબર એકતા દિવસ એટલે કે સરદાર પટેલની જન્મજ્યંતિ નિમિત્તે કેવડિયા ખાતે એકતા પરેડમાં પણ ભાગ લેશે. આમ વધુ એક પ્રવાસની રૂપરેખા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઘડાઈ રહી છે.

WhatsApp ग्रुप Join
टेलिग्राम ग्रुप Join

Leave a Comment

👉 Free Loan 💸!!