આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. કેન્દ્ર સરકાર પણ કૃષિને લગતી અનેક યોજનાઓ બહાર પાડે છે.તેને અનુલક્ષીને રાજ્ય સરકારે ખેતીની જમીન ને લઈને નવી વિચારણા શરૂ કરી છે. જેના પગલે હવે ગુજરાતમાં પણ અન્ય રાજ્યોની જેમ, કોઈ પણ બિન ખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે. જેનાથી કૃષિ ક્ષેત્રે અનેક પરિવર્તનો આવી શકે છે. New rules for land purchase in Gujarat
ખેતીલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે વિશેષ રૂપે બિઝનેસમેન અને ઉદ્યોગપતિ સહિતના ઘણા લોકો એવા છે જે ખોટી રીતે ખેડૂત ખાતેદાર બની રહ્યા છે. જેમાંથી ઘણા ખરા એવા લોકો છે જેમને કૃષિ ક્ષેત્રમાં ખરેખર રસ હોવા છતાં ખેડૂત ન હોવાને કારણે ખેતીની જમીન ખરીદી શકતા નથી. કારણ કે આપણા ગુજરાત રાજ્યમાં એવો કાયદો છે કે મૂળભૂત રીતે જો ખેડૂત પરિવાર હોય તો જ ખેતીની જમીન ખરીદી શકે છે અને કૃષિ લક્ષી લાભ મેળવી શકે છે. આ કાયદા ની જોગવાઈના કારણે જ ઘણાં લોકો બોગસ ખેડૂત ખાતેદાર બનવા અવનવાં પેતરા રચે છે. જેથી કરીને આપણા ગુજરાત રાજ્યમાં ઘણા એવા બોગસ ખેડૂત ખાતેદારના કિસ્સા પણ નોંધાયા છે.
જેથી કરીને રાજ્ય સરકારે વિશેષરૂપે એટલા માટે જ નિર્ણય લીધો કે કૃષિ ક્ષેત્રના વિકાસમાં રોકાણ, ઓર્ગેનિક ખેતી ક્ષેત્રે વધુ વિકાસ થાય તથા ખેતીની બિન ઉપયોગી જમીન ફળદ્રુપ અને ઉપજાઉ બને એ હેતુથી બીજા રાજ્યોની તુલનાએ ગુજરાતમાં પણ કોઈપણ વ્યક્તિ ખેતી માટેની જમીન ખરીદી શકે તેવી રાજ્ય સરકારે વિચારણા શરૂ કરી છે.
નવી વિચારણા અને ફાયદા : સરકારના આ નિર્ણયથી ન માત્ર ખેડૂતોને ફાયદો થશે, પરંતુ આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે.અન્ય કોઈ પણ બિન ખેડૂત વ્યક્તિ ને જમીન ખરીદીની મંજુરીથી નવો વિકાસ, નાણાકીય રોકાણ અને આધુનિક કૃષિ પદ્ધતિઓનો અમલ થઈ શકે છે.
વિવેકી નિર્ણયો : ખેતીની જમીન ખરીદી અંગે સરકારના આ નિર્ણયથી કૃષિ સંબંધિત નિયમો અને કાયદાઓમાં ઘણા ફેરફાર કરવાની જરૂર પડશે. જેથી ખેડૂતો અને નાણાંકીય પ્રવૃત્તિઓ વચ્ચે સુમેળ સંધાઈ રહે. ખોટી રીતે ખેડૂત ખાતેદાર થવાના કિસ્સા પણ અટકશે.
ખેડૂતોની પ્રતિક્રિયા : વિશેષજ્ઞો અને ખેડૂતો દ્વારા આ નિર્ણયને મિશ્ર પ્રતિસાદ મળ્યા છે. કેટલાક વ્યાવસાયિક ખેતીમાં નવી તક જોવે છે તો કેટલાકને જમીનના ભાડાના વધારા અને લંબાવેલા સંઘર્ષોની ચિંતા છે.
નિષ્ણાંતની ભલામણ : ખેતીના ક્ષેત્રમાં વ્યાવસાયિકતાને પ્રોત્સાહન આપવા માટે, નિષ્ણાંતોએ સરકારને સુચનો આપ્યા છે કે બિન ખેડૂત ખાતેદાર તરફથી જમીનની ખરીદી કરતી વખતે એવી ખાતરી આપવામાં આવવી જોઈએ કે તે આ જમીનનો ખેતી માટે જ ઉપયોગ કરશે.
પરિણામ : આ નિર્ણયથી ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે મોટું પરિવર્તન આવી શકે છે. ઓર્ગેનિક અને બાગાયત ખેતીમાં પણ રોજગારની ઘણી તકો ઊભી થઈ શકે છે.જો યોગ્ય રીતે અમલમાં આવે તો, આ નવી પદ્ધતિઓ અને તકનીકીઓનો ઉપયોગ કરીને ખેડૂતોને વધુ લાભ મળી શકે છે.