તહેવારોની સિઝનમાં ટિકિટ કન્ફર્મ ન હોવા છતાં યાત્રીઓ માટે AC કોચમાં મુસાફરી કરવાનો મોકો મિત્રો હવે તહેવારોની શરૂઆત થવા લાગી છે એટલે લોકોને મુસાફરી કરવું એ બહુ તકલીફમાં હશે કારણ કે તહેવાર દરમિયાન લોકો ગામડેથી સિટીમાં અને સીટી થી ગામડામાં જતા હોય છે એટલે તેમને આવા જવામાં તકલીફ પડે છે પણ હવે તમે એસી કોચમાં મુસાફરી કરી શકશો કારણ કે વાર તહેવારે એટલી બધી બુકિંગ હોય છે કે 120 દિવસ પહેલા બુકિંગ કરવાનું શરૂ થાય છે તો પણ વેટિંગમાં આવે છે તો એક નવી યોજના રેલવે દ્વારા જાહેર કરવામાં આવી છે તમે એસી કોચમાં મુસાફરી કરી શકશો
રેલ્વેની નવી યોજના રેલવેના આ નિર્ણયથી મુસાફરોની સમસ્યાઓ ઘણી હદે ઓછી થશે. દેશમાં હાલ લગભગ 10,000 જેટલી ટ્રેનો દોડી રહી છે, જેમાં શતાબ્દી, રાજધાની, અને વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનોનો સમાવેશ થાય છે. દરરોજ આશરે 2 કરોડ લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે, જેમાંથી 20 લાખ જેટલા મુસાફરો રિઝર્વેશન સાથે મુસાફરી કરે છે. પીક સીઝનમાં મુસાફરોની સંખ્યા ઘણી વધી જાય છે, જેને પહોંચી વળવા રેલવેએ અનરિઝર્વ્ડ કોચમાં એસીની સુવિધા આપવાનું આયોજન કર્યું છે.
બિનઅનામત કોચમાં AC સુવિધા હાલના સમયમાં બિનઅનામત કોચમાં એસી લગાવવું મુશ્કેલ હતું, કારણ કે મુસાફરોની સંખ્યા વધુ હોય છે. કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોની સંખ્યા 72 હોય છે, જ્યારે અનરિઝર્વ્ડ કોચમાં 250 આસપાસ લોકો મુસાફરી કરે છે. રેલવે લાંબા સમયથી આવા બિનઅનામત કોચ તૈયાર કરવા પ્રયત્નશીલ હતી, અને હવે ભુજ-અમદાવાદ વચ્ચે દોડતી નમો રેપિડ રેલમાં આ પ્રકારની ડિઝાઇનવાળા કોચ તૈયાર કરવામાં આવ્યા છે.
આ કોચમાં 270 જેટલા મુસાફરો માટે જગ્યા છે અને 15-15 યુનિટ એસીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કોચને સંપૂર્ણપણે ઠંડો રાખે છે. ભવિષ્યમાં આ કોન્સેપ્ટ શતાબ્દી અને રાજધાની જેવી પ્રીમિયમ ટ્રેનોમાં લાગુ કરાશે, જેમાં દબણ ક્ષમતાવાળા AC કોચ મૂકવામાં આવશે.