Hyundai Motor India IPO

દેશનો સૌથી મોટો IPO , LICનો રેકોર્ડ તૂટ્યો, હ્યુન્ડાઇ મોટરના IPOની પ્રાઇસ બેન્ડ નક્કી થઇ ગઈ

Tak

Hyundai Motor India IPO:દેશનો સૌથી મોટો IPO ખુલ્યો, LICનો રેકોર્ડ તૂટ્યો, હ્યુન્ડાઇ મોટરના IPOની પ્રાઇસ બેન્ડ નક્કી થઇ ગઈ Hyundai Motor India IPO, 15 ઓક્ટોબર 2024થી 17 ઓક્ટોબર 2024 સુધી સામાન્ય રોકાણકારો માટે ખુલશે. એન્કર રોકાણકારો માટે 14 ઓક્ટોબરે IPO ખુલશે. આ IPO રૂ. 25,000 કરોડનું છે, જે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO માનવામાં આવી રહ્યો છે. આ IPO માટે પ્રાઇસ બેન્ડ ₹1,865 થી ₹1,960 નક્કી કરવામાં આવ્યો છે.

મુખ્ય વિગતો:

લોટ સાઈઝ: 7 ઇક્વિટી શેર અને તેનાં ગુણાંકમાં.
રિઝર્વેશન: 50% થી વધુ QIBs (ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ) માટે, 15% NIIs (નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ) માટે, અને 35% છૂટક રોકાણકારો માટે અનામત છે.

કર્મચારીઓ માટે આરક્ષણ:

7,78,400 શેર સાથે, જેમાં કર્મચારીઓ ₹186 પ્રતિ શેરના ડિસ્કાઉન્ટથી લાભ લઈ શકશે.
IPOની ફાળવણી 18 ઓક્ટોબરે નક્કી કરવામાં આવશે. રિફંડ 21 ઓક્ટોબરે શરૂ થશે અને ડીમેટ ખાતામાં શેરો જમા થશે. BSE અને NSE પર 22 ઓક્ટોબરે શેરો લિસ્ટ થઈ શકે છે.

Hyundai Motor IPO ક્યારે ખુલશે ?

15 ઓક્ટોબર 2024થી 17 ઓક્ટોબર 2024 સુધી સામાન્ય રોકાણકારો માટે ખુલશે.

ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP):

Hyundai Motor India IPOના GMPમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજના રૂ. 147 ના GMPના આધારે, અંદાજિત લિસ્ટિંગ ભાવ ₹2,107 હોઈ શકે છે, જે પ્રાઇસ બેન્ડ કરતાં 7.5% વધુ છે. જોકે, GMP છેલ્લા કેટલાક દિવસોથી ઘટતો જઈ રહ્યો છે: 7 ઓક્ટોબરે તે ₹270 હતો, 3 ઓક્ટોબરે ₹360, અને 28 સપ્ટેમ્બરે ₹500.

Leave a Comment

👉 Free Loan 💸!!