અમેરિકાના વિઝા અને ટુર વિઝાની કામગીરી કરવાના નામે મોટી છેતરપિંડી american visa fraud people
હાલના સમયમાં જોઈએ તો છેતરપિંડી, મારપીટ અને ચોરીના કિસ્સા અવારનવાર સામે આવે છે. આવો જ એક છેતરપિંડી નો કિસ્સો અમદાવાદમાં જોવા મળ્યો. અમદાવાદમાં વિઝા અને ટુર વિઝા ના નામે ઠગાઈ કરવામાં આવી છે. સૌપ્રથમ તો વિઝા ના ખોટા સ્ટીકર બનાવ્યા અને તેની નકલ બતાવીને ઠગાઈ કરવામાં આવી.
ફરિયાદી અને બીજા અન્ય કેટલાય લોકોને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા. ભોળા લોકો ને ફોસલાવીને પટાવીને મોટું ષડયંત્ર રચવામાં આવ્યું. ભેજાબાજો એ હૈદરાબાદમાં ઈમિગ્રેશન ખાતે નોકરી કરતા હોવાનો દાવો કરીને લોકોને વિશ્વાસમાં લીધા. તમને તાત્કાલિક જ વિઝા મળી જશે જેવી લોભામણી વાતો કરીને ઠગાઈ કરવામાં આવી. ચિંતન મિશન અને સાગર મિશન સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેની સાથે ઠગાઈ કરવામાં આવી છે તે વસ્ત્રાલના યુવકનું નામ સાવન કુમાર પટેલ છે. જેને CID ક્રાઇમ માં ફરિયાદ નોંધાવી છે.
અવારનવાર વિઝા અપાવી દેવાની લાલચમાં ફસાવી દેવાના કિસ્સા સામે આવે છે :
આવી ઘટનાઓ છાશવારે બનતી હોવા છતાં લોકો તેમાંથી બોધ ન લેતા હોવાના કારણે આવી ઘટનાઓને વધુ વેગ મળે છે. અનેક વખત આવા કિસ્સાઓ નોંધાય છે. જેમાં ભેજાબાજો લાખોની નહીં પરંતુ કરોડોની ઠગાઈ કરે છે. અને જે લોકો આવી છેતરપિંડી નો ભોગ બને છે તેમને બિચારાને વિદેશ ફરવા જવાના, કમાણી કરવાના કે ભણવાના સપના તો તૂટે જ છે સાથે સાથે મોટી નાણાકીય તંગીનો પણ સામનો કરવો પડે છે. સાથે જ માનસિક રીતે પણ તૂટી જવાય છે.
આવી ઘટનામાંથી કેટલાક લોકો બહાર નીકળી શકતા નથી :
આવી ઘટના માંથી કેટલાક લોકો બહાર નીકળી શકતા નથી તો કેટલાક લોકો પોતાના વિદેશ જવાના સપનાને મારી નાખે છે. તેમની પાસે ફરિયાદ કરવા સિવાય અને પસ્તાવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. ભેજાબાજ લોકો અને ઠગ લોકો આવા ભોળા અને નિર્દોષ લોકોનો જ શિકાર કરતા હોય છે.આવા ભેજાબાજો અમે તમારા સપના ને ઉડાન આપીશું જેવા ખોટા વાયદાઓ કરીને અને પોતાની આગવી વાણી ચાતુર્ય થી આકર્ષિત કરીને બહેલાવી ફોસલાવીને પોતાની જાળમાં ફસાવીને આવી ઘટનાઓને અંજામ આપતા રહે છે. આથી આવા કિસ્સાઓ આપણા સમાજ માટે જોખમકારક છે. કોઈની પણ વાતમાં સરળતાથી ન આવી જવું તે જ આપણા માટે અને આપણા સમાજ માટે હિતકારી છે.