આગામી બે મહિના દરમિયાન, રેશનકાર્ડ નિયમોમાં બદલાવ લાવવામાં આવશે, જેમાં કાર્ડ ધારકો માટે વિવિધ કડક શરતો મુકવામાં આવી છે. જો તમે એવું ઇચ્છતા હોય કે તમારું રાશન બંધ ન થઈ જાય અને નિરંતર ચાલુ રહે તેના માટે તમારે અહીં આપવામાં આવેલા સ્ટેપ્સ ફોલો કરવા પડશે. જેથી કરીને રાશનકાર્ડનો લાભ લેવા માટે ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. Ration Card e-kyc Gujarat online login
તાજેતરમાં જ રાશનકાર્ડ વપરાશ કર્તાઓ માટે E-KYC કરવામાં આવ્યું હતું, એનો અર્થ એ થાય છે કે જેમની KYC થઈ ગઈ હોય , માત્ર એ જ લોકોને મફત રાશનનો લાભ મેળશે, જેનાથી ઘણીવાર ભ્રષ્ટાચારના પ્રશ્નોને ટાળવા માટે ઓળખાણની પારદર્શિતાની વધું જરૂરિયાત બની રહે છે અને રાશન વિતરણ વ્યવસ્થામાં થતા ગોટાળા ને અટકાવી શકાય.
જો તમે E-KYC ન કરાવ્યું હોય તો સરકારે તારીખ લંબાવીને E-KYC કરાવવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર કરી છે. જો આ સ્ટેપ ફોલો નહીં કરો તો તમને મફત રાશન મળવાનો લાભ નહીં મળે. તમને એ પણ જણાવી દઈએ કે, આધાર કાર્ડ વિના E-KYC શક્ય નથી, તેથી તમારું આધાર કાર્ડ અપડેટ કરાવો અને તમારો મોબાઈલ નંબર તેની સાથે લિંક અચૂક થી કરવો.એટલે કે તમારે કોઈપણ સંજોગોમાં 31 ડિસેમ્બર સુધીમાં E-KYC અનિવાર્યપણે કરાવવું જ પડશે.
રેશનકાર્ડ E-KYC ની પ્રક્રિયા આ રીતે કરવી :
E-KYC કરાવવા માટે તમારે બાયોમેટ્રિક્સ કરાવવાનું રહેશે, જેની મદદથી તમારા રાશનની KYC પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. સરકાર KYC દ્વારા એવા રેશનકાર્ડ ધારકોની ઓળખ કરી રહી છે, જેઓ ખરેખર મફત રાશન માટે પાત્ર છે. હવે ઘરે બેઠા બેઠા પણ E-KYC ની પ્રક્રિયા કરી શકાય છે. અથવા તમે તમારા નજીકના રેશન સેન્ટરમાંથી પણ તેને પૂર્ણ કરાવી શકો છો. જો તમે ઓનલાઈન પ્રક્રિયા ઈચ્છતા હોય તો,રાજ્ય સરકારની અધિકૃત વેબસાઈટ પર જઈને E-KYC નો વિકલ્પ પસંદ કરો અને તમારા આધાર નંબર દ્વારા ત્યાં બાયોમેટ્રિક વેરિફિકેશન કરી શકો છો.
રેશનકાર્ડ ઇ-કેવાયસી કરાવવું શું કામ જરૂરી છે?:
મફત રાશન એ જરૂરિયાતમંદ લોકો માટે મહત્વપૂર્ણ છે. એવા લોકો જે ખોટી રીતથી રાશનનો લાભ લઈ રહ્યા હોય તેમનો સરકાર દ્વારા તેમની છટણી કરવા અને તેમની પાસેથી વસૂલી કરવા માટે ઇ-કેવાયસીનો વિકલ્પ રજૂ કર્યો છે. E-KYC થી ફક્ત એવી જ વ્યક્તિને રાશન મળશે કે જેની કહેવાયસી થઈ છે અને તેને રાશનની દુકાન પર પણ સૌ પ્રથમ અંગૂઠાથી બાયોમેટ્રિક પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે ત્યારબાદ જ તેને રાશન મળશે.
આ નવા નિયમોના અમલને લઈને સરકાર સજાગ છે, જેથી રાશન ફ્રી યોજનાઓ સાથે સંબંધિત નકલી લાભાર્થીઓને રોકી શકાય